ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.



BCCIએ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.



કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની જાહેરાત કરી છે.



વિજય હજારે ટ્રોફીમાં 752ની એવરેજથી રન બનાવનાર કરુણ નાયરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.



ODI વર્લ્ડ કપ 2023 રમનાર મોહમ્મદ સિરાજને ટીમમાં જગ્યા મળી નથી.



રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને શ્રેયાર અય્યરને ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે.



ટીમમાં ઋષભ પંત અને કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકા નિભાવશે.



ટીમમાં ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.



કુલદીપ યાદવને સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે ટીમમાં જગ્યા મળી છે.



ઝડપી બોલર તરીકે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા મોહમ્મદ શમીને ટીમમાં અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહની સાથે સામેલ કરવામાં આવ્યા છે.