ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગે ટીવી એન્કર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા છે. એરિન હોલેન્ડ મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા પણ રહી ચૂકી છે. જસપ્રિત બુમરાહે 2021માં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. ન્યૂઝિલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલની પત્ની લૌરા મેકગોલ્ડ્રીક પણ રેડિયો હોસ્ટ, ન્યૂઝ પ્રેઝન્ટર અને અભિનેત્રી છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે પણ ટીવી એન્કર રોઝ કેલી સાથે લગ્ન કર્યા છે ઓસ્ટ્રેલિયન ઓપનર શોન માર્શે પણ એન્કર સાથે લગ્ન કર્યા છે. શોન માર્શે એન્કર રેબેકા સાથે 2015માં લગ્ન કર્યા છે. ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ફેમસ એન્કર મયંતી લેંગર સાથે 2012માં લગ્ન કર્યા હતા