હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે . પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે તુલસી માને જળ ચઢાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો જળ ચઢાવતા પહેલા કોઈપણ પ્રકારનો ખોરાક ન લો. તુલસીના છોડને પાણી આપવાનો યોગ્ય સમય સૂર્યોદયથી તેના 2-3 કલાક પછીનો છે રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં તુલસીના પાનને ક્યારેય બિનજરૂરી રીતે તોડવા નહીં તુલસીને સ્નાન કર્યા વિના અથવા અશુદ્ધ સ્થિતિમાં ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં. માન્યતાઓ અનુસાર, મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ