બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પત્ની અને ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

જ્યાં તે બ્લૂ ડેનિમ જિન્સ અને કોટમાં એકદમ શાનદાર દેખાતી હતી.

હસીનાના આ એરપોર્ટ લૂકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

જ્યારે પણ ગૌરીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવે છે,

ત્યારે તે ઘણીવાર એલિગન્ટ અને ક્લાસી લુકમાં જોવા મળે છે.

ગૌરીએ કરણ જોહર, મલાઈકા અરોરા, અંબાણી ફેમિલી સહિત અનેક સેલિબ્રિટીઝના ઘર ડિઝાઇન કર્યા છે.

ગૌરીએ દિલ્હીથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે.

ગૌરી શાહરૂખ સાથે જે આલિશાન બંગલોમાં રહે છે તેની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે

આ સિવાય ખાન કપલ પાસે દુબઈમાં એક વિલા પણ છે જેની કિંમત 24 કરોડ રૂપિયા છે.

શાહરૂખ અને ગૌરીની દિલ્હીમાં પણ પ્રોપર્ટી છે.