બોલિવૂડની અભિનેત્રી ઇશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને તેના ચાહકો તેની સુંદરતાના દીવાના થઈ ગયા છે. આ તસવીરોમાં ઇશા હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે All Photo Credit: Instagram