ચિયા સીડ્સ અને લીંબુ પાણી બંને શરીર માટે સારા માનવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે.



ચિયા સીડ્સમાં વિટામિન-બી1, વિટામિન-બી2 અને વિટામિન-બી3 જોવા મળે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ, ઝિંક, કોપર અને પોટેશિયમ પણ હોય છે.



લીંબુ પાણીમાં વિટામિન-સી, પોટેશિયમ અને ફ્લેવોનોઇડ્સ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.



લીંબુ પાણી અને ચિયા સીડ્સને મિક્સ કરીને બનાવેલા આ પીણામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-વાયરસ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. આ બધા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.



આ પીણું પીવાથી કબજિયાત, ગેસ, અપચો અને અન્ય પાચનને લગતી સમસ્યાઓથી બચી શકાય છે.



લીંબુ પાણી અને ચિયા સીડ્સના આ પીણામાં ફાઇબર જોવા મળે છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.



ચિયા સીડ્સ મેટાબોલિઝમ રેટ વધારે છે. આનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.



વળી, લીંબુ પણ ફેટ કટર તરીકે કામ કરે છે. આનાથી વેઇટ લોસ કરી શકાય છે.



આ પીણું બનાવવા માટે પાણીમાં લીંબુ નાખીને તેનું મિશ્રણ બનાવો.



હવે તેમાં ચિયા સીડ્સ નાખો અને થોડા સમય માટે ફૂલવા દો. હવે મધ મેળવીને આ પાણી પીઓ.



Thanks for Reading. UP NEXT

દૂધનું આ રીતે સેવન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન

View next story