નબળી પાચનશક્તિથી શરીરમાં અનેક રોગ થાય છે

આજે અમે તમને કુદરતી રીતે પાચનશક્તિ મજબૂત કરવાના ઉપાય જણાવીશું

ખોરાક ચાવીને ખાવો

દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી

ફાઈબરયુક્ત ખોરાક: તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો અને આખા અનાજનો સમાવેશ કરો.

જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાથી પાચન પ્રક્રિયા તેજ બને છે અને ગેસ-અપચામાં રાહત મળે છે.

આદુ પાચક રસોના ઉત્પાદનમાં મદદ કરે છે. આદુના નાના ટુકડા પર મીઠું અને લીંબુ લગાવીને જમતા પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે અને પાચન સુધરે છે.

જમ્યા પછી તરત સૂઈ જવાને બદલે 10-15 મિનિટ ધીમે ધીમે ચાલવું જોઈએ.

યોગ વિજ્ઞાન મુજબ જમ્યા પછી 5 થી 10 મિનિટ 'વજ્રાસન' માં બેસવું પાચનશક્તિ વધારવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો