પાચન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા શરીરને ખોરાકમાંથી ઊર્જા મળે છે.



જ્યારે પાચન પ્રક્રિયા નબળી પડે છે ત્યારે તે શરીરના કાર્યોને અસંતુલિત કરે છે.



આયુર્વેદમાં પણ યોગ્ય પાચનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.



જ્યારે ખોરાક યોગ્ય રીતે ન પચે તો તેને અપચો કહેવામાં આવે છે



અંગ્રેજી પોર્ટલ 'ઓનલી માય હેલ્થ'માં અપચાથી છૂટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો આપવામાં આવ્યા છે



આયુર્વેદમાં તમારી પાચનક્રિયાને સુધારવાના કેટલાક સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.



હળવો ખોરાક ખાવો જોઇએ. તે પચવામાં સરળ છે.



માંસ, ચીઝ, તળેલા ખોરાક વગેરે પચવામાં ભારે હોય છે



જ્યારે ફળો, શાકભાજી, અનાજ, કઠોળ વગેરે પચવામાં હલકા હોય છે.



શરીરને દરરોજ ચોક્કસ સમયે ભૂખ અને ઊંઘ વગેરે લાગે છે.



જ્યારે શરીરને ખાવાનો સમય આવે છે ત્યારે પાચન તંત્ર પાચક રસ ઉત્પન્ન કરે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો