શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં ઠંડીની સૌથી વધુ અસર ત્વચા પર પડે છે.



ઠંડા હવામાનમાં ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેનો ગ્લો ખોવાઈ જાય છે



આવી સ્થિતિમાં તેની સંભાળ રાખવા માટે આપણે બોડી લોશનનો ઉપયોગ કરીએ છીએ.



જો કે, કેટલીકવાર આ લોશન પણ એટલા અસરકારક નથી હોતા. ક્યારેક 2-3 વાર લગાવ્યા પછી પણ ત્વચા શુષ્ક લાગે છે.



આવી સ્થિતિમાં તમે કેટલાક ઓઇલની મદદ લઈ શકો છો.



આ તેલ લગાવવાથી તમારી ત્વચા શુષ્ક નહીં રહે અને તે તમારી ત્વચાને કોમળ અને ચમકદાર પણ બનાવશે.



શિયાળામાં તમારી ત્વચા પર નારિયેળ તેલ લગાવી શકો છો.



બદામનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ઇથી ભરપૂર બદામનું તેલ ત્વચાને કોમળ બનાવે છે



સ્નાન કર્યા પછી તેને નિયમિત રીતે લગાવવાથી ત્વચા કોમળ રહે છે.



ઓલિવ ઓઈલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે સારુ છે



શિયાળામાં તલનું તેલ શરીર માટે ફાયદાકારક હોય છે. તે ત્વચાને મુલાયમ બનાવે છે



એરંડાનું તેલ સ્કિન માટે ખાસ કરીને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો