આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે લસણની ચા ક્યારે પીવી જોઈએ અને તેને પીવાનો યોગ્ય સમય કયો છે?



પોષક તત્ત્વોથી ભરપૂર, લસણમાં કેલરી ઓછી હોય છે અને વિટામિન સી, વિટામિન બી6 અને મેંગેનીઝ ભરપૂર હોય છે.



તેમાં બીજા ઘણા પોષક તત્વો પણ હોય છે.



જો તમારે લસણની ચા પીવાની ઈચ્છા હોય તો રોજ સવારે ખાલી પેટ આ ચા પીવાથી પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.



ખાલી પેટ લસણની ચા પીવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. ઉપરાંત, વજન ઘટાડવાનું સરળ બને છે.



લસણની ચા પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થતી નથી. સાથે જ તે ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી પણ રાહત અપાવે છે.



રોજ લસણની ચા પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. તેનાથી સ્વાસ્થ્ય અને ત્વચા બંનેને ફાયદો થાય છે.



કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લસણની ચાનું સેવન ફાયદાકારક છે. આ ચા કોલેસ્ટ્રોલના વધતા સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.