આજના યુગમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત મહિલાઓ આ ગંભીર બીમારીના શરૂઆતના લક્ષણોને નજરઅંદાજ કરે છે જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. જે મહિલા ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલ પીવે છે તેમને સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. નિષ્ણાંતોના મતે મહિલાઓ ઘરે બેઠા જ સ્તન કેન્સર માટે પોતાનો ટેસ્ટ કરી શકે છે તેના લક્ષણોની વાત કરીએ તો બ્રેસ્ટમાં ગાંઠ હોય છે. સ્તનની નિપ્પલના રંગમાં કોઈ ફેરફાર થતો નથીને તે ખ્યાલ રાખવો જોઇએ સ્તનની નિપ્પલથી પ્રવાહી નીકળે છે. બ્રેસ્ટમાં હંમેશા દર્દ થાય છે. 30 વર્ષની ઉંમર પછી બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ જરૂર કરાવો તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો