ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.



અગાઉના સંશોધનોમાં એવું માનવામાં આવતું હતું કે ખોરાકમાં કોલેસ્ટ્રોલ વધારવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે.



જો કે, નવા અભ્યાસો દર્શાવે છે કે ઈંડામાં રહેલું કોલેસ્ટ્રોલ શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને એટલી અસર કરતું નથી જેટલી ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ જેવા તત્વો કરે છે.



મોટાભાગના સ્વસ્થ લોકો કોઈ નુકસાન વિના અઠવાડિયામાં 7 ઈંડા ખાઈ શકે છે.



સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે.



પ્રોટીન સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે.



જોકે, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ મર્યાદિત માત્રામાં ઈંડા ખાવા જોઈએ



કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા ઈંડા ખાવાથી તેમાં હૃદય રોગનું જોખમ વધી શકે છે.



સામાન્ય રીતે દરરોજ 1-2 ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સલામત છે અને કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો