હૃદય રોગથી પીડાતા લોકોને તેમની ખાવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

તેમને મસાલેદાર ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે.

જોકે, હૃદયરોગના દર્દીઓના મનમાં હંમેશા એક પ્રશ્ન રહે છે કે તેઓ કાજુ અને બદામ ખાઈ શકે કે નહીં

નિષ્ણાંતોના મતે હૃદયરોગના દર્દીઓ કાજુ અને બદામ ખાઈ શકે છે

વાસ્તવમાં આ બે ડ્રાયફ્રુટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

તેમાં હાજર સ્વસ્થ ચરબી, ફાઇબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ સ્વસ્થ હૃદયને જાળવવામાં મદદ કરે છે.

બદામ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ, ફાઇબર અને વિટામિન ઇથી ભરપૂર હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરી શકે છે.

કાજુમાં મેગ્નેશિયમ, કોપર અને સ્વસ્થ ચરબી હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો