કેટલાક લોકો કેરી અને તડબૂચ ખાવા માટે ઉનાળાની રાહ જોતા હોય છે. મીઠી કેરી પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

પરંતુ ભારતીયો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે. આમાંની એક એ છે કે ડિનર પછી તરત જ કેરીનો સ્વાદ લેવો યોગ્ય છે કે નહીં.

કેરી ખાવાને લઈને આસપાસ ઘણી માન્યતાઓ છે અને લોકો સરળતાથી તેનો વિશ્વાસ કરી શકે છે.

નિષ્ણાંતોના મતે ફળ ખાવા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભોજન પછી કેરી ખાવી ખતરનાક નથી, પરંતુ તે પાચન પર નકારાત્મક અસર કરી શકે છે.

ભોજન પછી તરત જ કેરી ખાવા અંગે નિષ્ણાંતો કહે છે કે તે થોડું ભારે ફળ છે અને નેચરલ સુગરથી ભરપૂર છે.

ભોજન પછી તરત જ કેરી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે. તે સિવાય ડાયજેસ્ટિવ ઓવરલોડ થઈ શકે છે

ડાયાબિટીસ હોય તેવા લોકોએ ખાસ કરીને ભોજન પછી તરત જ કેરી ન ખાવી જોઈએ.

નિષ્ણાતો ભોજન પહેલાં 30 થી 60 મિનિટ પહેલાં ફળ ખાવાની ભલામણ કરે છે. જો તમે ભોજન પછી તેને ખાવા માંગતા હોવ તો 1.5 થી 2 કલાકનો અંતર રાખવું જોઈએ

કેરી ખાધા પછી તરત જ પાણી ન પીવો. આનાથી ઉબકા કે ઉલટી થઈ શકે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો