ચિયા સિડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને કોની સાથે ખાવું તે મહત્વનું છે.



નિષ્ણાતોના મતે, ચિયા સિડ્સને પાણી કરતાં દહીં સાથે ખાવાથી વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે.



દહીંમાં રહેલું પ્રોટીન અને ફેટ ચિયા સિડ્સની પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે, જે ફાયદાકારક છે.



આ ધીમી પાચન પ્રક્રિયાને કારણે આંતરડામાં સારા ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.



દહીં સાથે ખાવાથી ચિયા સિડ્સમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડનું શરીરમાં શોષણ વધુ સારી રીતે થાય છે.



ચિયા સિડ્સ ફાઇબર (પ્રીબાયોટિક) અને દહીં પ્રોટીન તથા પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત છે.



આ મિશ્રણ આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે.



દહીંમાં રહેલું પ્રોટીન ભૂખને નિયંત્રિત કરે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.



જ્યારે, ચિયા સિડ્સને પાણી સાથે લેવાથી માત્ર ફાઇબર મળે છે, પ્રોટીન કે પ્રોબાયોટિક્સ નહીં.



આમ, સંપૂર્ણ પોષણ અને બમણા ફાયદા મેળવવા માટે ચિયા સિડ્સને હંમેશા દહીં સાથે ખાવા જોઈએ.