વોકિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે

જો ભૂલો કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે

વોકિંગ કરતી વખતે સામાન્ય ખોટી સાઇઝના શૂઝ પહેરવાથી પગના સાંધા અને એડીમાં દુખાવો થઈ શકે છે

ચાલતી વખતે શરીરને આગળ કે પાછળ નમાવીને ચાલવાથી કમર અને ડોકના ભાગે ગંભીર દુખાવો થઈ શકે છે

ચાલતી વખતે હાથ ખિસ્સામાં રાખવા કે બાંધી રાખવાને બદલે કુદરતી રીતે આગળ-પાછળ હલાવવા જરૂરી છે

ઝડપથી ચાલવાના ચક્કરમાં ખૂબ મોટા ડગલાં ભરવાથી ઘૂંટણ પર વધુ દબાણ આવે છે

ચાલવાનું શરૂ કરતા પહેલા અને પૂરું કર્યા પછી શરીરને હળવું સ્ટ્રેચિંગ ન કરવાથી માસપેશીઓ ખેંચાઈ શકે છે

વોકિંગ પહેલાં કે પછી પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ડીહાઇડ્રેશન અને થાકની સમસ્યા થઈ શકે છે

ભારે ખોરાક લીધા પછી તરત જ સ્પીડમાં ચાલવું પાચનતંત્ર માટે નુકસાનકારક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે