ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી લોકો ઘણીવાર તેને પોતાના ડાયટમાં સામેલ કરે છે

ઈંડા ઘણી રીતે ખાવામાં આવે છે. કેટલાક લોકો તેમને બાફીને ખાય છે તો કેટલાક ઓમેલેટ બનાવે છે.

ઘણા લોકોને સવાલ થાય છે કે શું કાચા ઈંડા ખાવાથી વધુ પ્રોટીન મળે છે

નિષ્ણાંતોના મતે કાચા ઈંડા ખાવાથી વધુ પ્રોટીન મળે છે તે ખ્યાલ સાચો નથી.

બાફેલા ઈંડા, ઓમેલેટથી શરીરમાં પ્રોટીનનું શોષણ વધારે થાય છે.બાફેલા ઈંડા ખાવાથી શરીરમાં 90 ટકા સુધી પ્રોટીન શોષણ થાય છે.

નિષ્ણાતોના મતે, કાચા ઈંડા ખાવાથી ચેપનું જોખમ પણ વધી શકે છે. તે ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

કાચા ઈંડા ખાવાથી ઉબકા અને ગેસનું જોખમ પણ વધે છે.

ઈંડા પ્રોટીનનો જાણીતો સ્ત્રોત છે. જોકે, પ્રોટીનની સાથે તેમાં વિટામિન, ચરબી, વિટામિન ડી અને વિટામિન બી12 પણ હોય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો