વાળ ખરતા રોકવા અને હેરલાઇન સુધારવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ લોકપ્રિય છે

ઘાટા વાળવાળા ભાગમાંથી વાળના મૂળ કાઢીને ઓછા વાળવાળા ભાગમાં લગાવવામાં આવે છે

પ્રક્રિયા સામાન્ય રીતે સુરક્ષિત છે, પરંતુ કેટલીક આડઅસર થઈ શકે છે.

ટ્રાન્સપ્લાન્ટ બાદ માથામાં હળવો દુખાવો, ખેંચાણ અને સોજો થઈ શકે છે.

કેટલાક લોકોમાં કપાળ અને આંખોની આસપાસ થોડા દિવસ સોજો રહે છે.

સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો ઈન્ફેક્શન થઈ શકે છે.

પરુ, વધતો દુખાવો, સોજો કે તાવ આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

ટ્રાન્સપ્લાન્ટ બાદ થોડા સમય માટે આસપાસના વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

માથામાં ખંજવાળ, ઝણઝણાટી કે સુન્નપણું પણ થોડા સમય માટે અનુભવાઈ શકે છે.

ક્લિનિક પસંદ કરતાં ડૉક્ટરની યોગ્યતા, અનુભવ, ટેક્નિક અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.