ભારતમાં મોટાભાગના લોકો આનાથી દિવસની શરૂઆત કરે છે. તેને વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.



જોકે મર્યાદિત માત્રામાં પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી પરંતુ કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હંમેશા હાનિકારક હોય છે.



ચા અને કોફીમાં જોવા મળતું કેફીન કેટલાક કિસ્સાઓમાં સ્વાસ્થ્ય માટે સારું હોઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ કરી શકે છે.



પણ શું તમે ક્યારેય ઇન્સ્ટન્ટ કોફીનો ઉપયોગ કર્યો છે?



ચીનની હુબેઈ યુનિવર્સિટી ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોના મતે ઇન્સ્ટન્ટ કોફી પીવાથી એજ-રિલેટેડ મેક્યુલર ડિજનરેશન (AMD) નામનો રોગ થઈ શકે છે જે આંખો માટે જોખમ ઊભું કરી શકે છે.



આ એક આંખનો રોગ છે જેમાં દર્દીની દૃષ્ટિ ઝાંખી થઈ જાય છે અથવા દેખાતું બંધ થઇ જાય છે



આ અભ્યાસ Food, Science and Nutrition જર્નલમાં પ્રકાશિત થયો છે.



વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ સમસ્યા સામાન્ય રીતે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.



વૈજ્ઞાનિકોએ 5 લાખથી વધુ લોકોના આનુવંશિક ડેટાનો સર્વે કર્યો હતો.



તેના પરિણામોમાં જાણવા મળ્યું કે જે લોકોએ ઇન્સ્ટન્ટ કોફી પીધી હતી તેમને ડ્રાય એએમડીનું જોખમ વધુ હતું



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો