નાનકડા દેખાતા અળશીના બીજ એ ઓમેગા-3, ફાઇબર, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વોનો ભંડાર અને સ્વાસ્થ્ય માટે 'સુપરફૂડ' છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, શ્રેષ્ઠ ફાયદા માટે રોજ માત્ર 2 ચમચી શેકેલી અળશીનું સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

પાચન સુધારે છે: ફાઇબરથી ભરપૂર હોવાને કારણે તે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યામાં રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

કોલેસ્ટ્રોલ ઘટાડે છે: તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારે છે.

Published by: gujarati.abplive.com

વજન નિયંત્રિત કરે છે: પ્રોટીન અને ફાઇબરને કારણે તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસમાં ફાયદાકારક: તે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે, આથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

હાડકાં મજબૂત બનાવે છે: કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વોનો સારો સ્ત્રોત હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તેનું નિયમિત સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ (હાડકાં પોલા થવાનો રોગ) નું જોખમ પણ ઘટે છે.

Published by: gujarati.abplive.com

મહિલાઓ માટે વરદાન: ખાસ કરીને મહિલાઓ માટે અળશી ખૂબ જ લાભદાયી છે, તે સ્તન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તમે અળશીને મુખવાસ તરીકે, દહીંમાં, સલાડ પર કે રોટલીના લોટમાં ભેળવીને પણ ખાઈ શકો છો.

Published by: gujarati.abplive.com