આજના વ્યસ્ત જીવનમાં અને તણાવપૂર્ણ વાતાવરણમાં આપણો મૂડ ઘણીવાર ખરાબ રહે છે.



ક્યારેક કામનું દબાણ, તો ક્યારેક અંગત જીવનની સમસ્યાઓથી આપણે ટેન્શનમાં રહીએ છીએ



પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ્સ આપણા મૂડને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે



કેટલાક ફૂડ્સમાં હેપ્પી હોર્મોન્સ હોય છે જેવા કે સેરોટોનિન, ડોપામાઇન અને એન્ડોર્ફિનને બુસ્ટ કરે છે અને આપણો મૂડ સુધારે છે



ડાર્ક ચોકલેટ માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ તે મૂડ બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.



તેમાં કોકોનું પ્રમાણ વધુ હોય છે, જે એન્ડોર્ફિન અને સેરોટોનિનનું સ્તર વધારે છે.



ડાર્ક ચોકલેટમાં હાજર મેગ્નેશિયમ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.



કેળા પોટેશિયમ, વિટામિન B6 અને નેચરલ સુગરથી ભરપૂર સુપરફૂડ છે.



વિટામિન B6 સેરોટોનિન હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે મૂડને સારો રાખે છે.



બદામ, અખરોટ, કાજુ મગજને સ્વસ્થ રાખવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.



અખરોટમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ ડિપ્રેશન ઘટાડવામાં મદદરૂપ થાય છે.



હળદરનું દૂધ પીવાથી ડોપામાઇન અને સેરોટોનિનનું સ્તર વધે છે, જે મૂડ સુધારે છે. તે ઊંઘમાં પણ સુધારો કરે છે,



લીલા પાંદડાવાળા શાકભાજી ફોલેટ (વિટામિન B9) થી ભરપૂર હોય છે, જે મગજ માટે ફાયદાકારક છે



પાલક, મેથી, બ્રોકલી જેવી શાકભાજી ખાવાથી મૂડ સ્વિંગ ઓછો થાય છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.



દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડા માટે ફાયદાકારક બેક્ટેરિયા છે.



ઘણા અભ્યાસો એ પણ દર્શાવે છે કે આંતરડા અને મગજ વચ્ચે સીધો સંબંધ છે.



સ્વસ્થ આંતરડા મૂડ સારો રાખે છે અને તણાવ ઘટાડે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો