કેન્સર એક જીવલેણ રોગ છે, જે ફક્ત દર્દીને જ નહીં પરંતુ તેના આખા પરિવારને પણ અસર કરે છે.



નિષ્ણાંતોના મતે કેટલાક એવા ફૂડ્સ છે જે કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે.



આ ખોરાકને તમારા ડાયટમાંથી બહાર કરીને તમે કેન્સરનું જોખમ ઘટાડી શકો છો.



અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ કૃત્રિમ રંગો, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સથી ભરપૂર હોય છે.



આમાં પેક્ડ નાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ફ્રોઝન ફૂડ્સ અને રેડી ટુ ઇટ્સ ફૂડ્સનો ખોરાકનો સમાવેશ થાય છે.



તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ જેમ કે નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ શરીરમાં કાર્સિનોજેન્સ બનાવે છે.



સોડા, એનર્જી ડ્રિંક્સ અને પેક્ડ ફ્રૂટ જ્યુસ જેવા સુગર ડ્રિંક્સમાં ઉચ્ચ માત્રામાં ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અને રિફાઇન્ડ સુગર હોય છે.



દારૂ પીવાથી લીવર, મોં, ગળા અને સ્તન કેન્સરનું જોખમ વધે છે.



દારૂ પીવાથી શરીરમાં એસીટાલ્ડીહાઇડ નામનો ઝેરી પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ડીએનએને નુકસાન પહોંચાડે છે.



સમોસા, પકોડા, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ જેવા તળેલા ખોરાક એક્રેલામાઇડ નામનું હાનિકારક રસાયણ ઉત્પન્ન કરે છે



વારંવાર ઉપયોગમાં લેવાતા તેલમાં ટ્રાન્સ ચરબી બને છે, જે શરીર માટે હાનિકારક છે.



ગ્રિલ્ડ, બાર્બીક્યૂડ અથવા ઓવનમાં રાંધેલા મીટથી કેન્સરનો ખતરો વધી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો