દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા મેકઅપ કર્યા વિના ગ્લો કરે

જો તમે નેચરલી સ્કિન ગ્લોઈંગ ઈચ્છતા હોવ તો તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે.

નિષ્ણાતોનું માનવું છે કે આપણે જે ખાઈએ છીએ તે સીધી આપણી ત્વચા પર અસર કરે છે

આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. તે ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે, જે કરચલીઓ ઘટાડે છે.

દરરોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે અને ચહેરો અંદરથી ચમકે છે.

અખરોટ અને બદામ ઓમેગા-૩ ફેટી એસિડ અને વિટામિન ઇથી ભરપૂર હોય છે. બદામ અને અખરોટ શુષ્ક ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે.

ટામેટાંમાં લાઇકોપીન નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે.

તમારા સલાડમાં ટામેટાંનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં અથવા દરરોજ એક ગ્લાસ સૂપ અથવા જ્યુસ પીવો.

ગાજર બીટા-કેરોટીન અને વિટામિન Aથી ભરપૂર હોય છે, જે ત્વચાના કોષોને સુધારવામાં મદદ કરે છે.

ગાજર ખાવાથી ખીલ ઓછા થાય છે અને તમારા ચહેરા પર કુદરતી ચમક આવે છે.

સ્વસ્થ પાચનતંત્ર ચમકતી ત્વચાની ચાવી છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ તમારા પેટને સાફ રાખે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો