ઉનાળાની ઋતુમાં ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને હાઇડ્રેટેડ રાખે

આવું જ એક પીણું છે છાશ. છાશ દહીંમાંથી બનાવવામાં આવે છે. ઉનાળામાં છાશ પીવી જોઈએ

છાશમાં મીઠું, જીરું પાવડર અને ફુદીનો ઉમેરીને તેનો સ્વાદ વધુ અદ્ભુત બનાવી શકાય છે.

છાશમાં પ્રોબાયોટિક્સ જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

તે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ દૂર કરે છે.

ઉનાળામાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. છાશ શરીરને અંદરથી ઠંડુ પાડે છે

તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને થાક દૂર કરે છે.

છાશમાં વિટામિન B12, કેલ્શિયમ, પોટેશિયમ અને રિબોફ્લેવિન જેવા પોષક તત્વો મળે છે

જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નિયમિત છાશ પીવાથી ચેપ અને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.

છાશમાં લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

તે ત્વચાને સનબર્નથી રક્ષણ આપે છે અને ડાઘ ઘટાડે છે.

છાશમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. કેલ્શિયમથી ભરપૂર છાશ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.

છાશ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો