ડાયાબિટીસની જેમ ભારતમાં ફેટી લિવર રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.



ફેટી લીવર બે પ્રકારના હોય છે. એક છે આલ્કોહોલિક ફેટી લીવર (જે આલ્કોહોલ પીતા લોકોમાં જોવા મળે છે)



અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લીવર છે જે આલ્કોહોલ ન પીતા લોકોમાં જોવા મળે છે.



કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ રોગને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે.



કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે ફેટી લીવર રોગને રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે.



માર્ગદર્શિકા હેઠળ તમામ ડોકટરો અને ફાર્માસિસ્ટને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ વિશે તાલીમ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.



તમામ રાજ્યો સાથે બેઠકમાં ફેટી લીવરની બીમારી અંગે લોકોને જાગૃત કરવા સલાહ પણ આપવામાં આવી હતી. દેશમાં 9 થી 32 ટકા લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરથી પીડિત છે. જે ચિંતાનો વિષય છે.



ખાવાની ખરાબ આદતોના કારણે લિવરમાં વધુ પડતી ચરબી જમા થાય છે. આને ફેટી લીવર કહે છે.



અગાઉ આલ્કોહોલ પીનારા લોકોમાં ફેટી લિવરની બીમારી વધુ જોવા મળતી હતી



પરંતુ હવે જે લોકો દારૂ પીતા નથી તેઓ પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો