જમ્યા પછી તરત જ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે

જમ્યા બાદ ખોરાકના પાચન માટે પેટ અને પાચનતંત્ર તરફ રક્તસંચાર વધવો જરૂરી છે

પરંતુ જો તમે તરત નાહવા જાઓ છો, તો શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે લોહીનો પ્રવાહ ત્વચા અને હાથ-પગ તરફ ફંટાઈ જાય છે

જમ્યા પછી તરત નાહવાથી પેટમાં અસ્વસ્થતા, એસિડિટી, ગેસ કે એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે

ખોરાક બરાબર ન પચવાના કારણે પેટ ભારે લાગવું, પેટમાં દુખાવો કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે

સામાન્ય કે ભારે ખોરાક લીધા પછી ઓછામાં ઓછું 30 થી 60 મિનિટ સુધી સ્નાન કરવાનું ટાળવું જોઈએ

જો ખોરાક વધુ ભારે હોય, તો 90 થી 120 મિનિટ સુધી રાહ જોવી વધારે હિતાવહ છે.

હંમેશાં જમતા પહેલા સ્નાન કરી લેવું સ્વાસ્થ્ય અને પાચન માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે

જો જમ્યા પછી નાહવું જરૂરી જ હોય, તો ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરવો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે