દહીની તાસીર ઠંડી હોય છે તેથી લોકો શિયાળામાં તેને ખાવાથી ડરે છે હકિકતમાં લોકોને લાગે છે કે શિયાળામાં દહી ખાવથી શરદી ઉધરસ થશે પરંતુ શિયાળામાં તમે દહી ખાઈ શકો છો એક્સપર્ટના મતે શિયાલામાં દહીનું સેવન અવશ્ય કરવું જોઈએ દહીંમાં કેલ્શિયમ, વિટામિન બી-12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે દહીં ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. દહીંમાં પ્રોબાયોટિક હોય છે, જે પેટમાં સારા બેક્ટેરિયાને વધારે છે અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખે છે ફ્રીઝમાંથી બહાર કાઢેલું દહીં ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી બચવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે