ઘણી વખત લોકો જમ્યા પછી તરત જ પાણી પી લે છે. પરંતુ જમ્યા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે ભોજન કર્યા પછી કેટલા સમય સુધી તમારે પાણી ન પીવું જોઈએ. તમારે ખોરાક ખાધા પછી લગભગ 45 થી 60 મિનિટ પછી પાણી પીવું જોઈએ હકીકતમાં, ખોરાક ખાધા પછી, તેને પચવામાં ઓછામાં ઓછા બે કલાક લાગે છે. આ દરમિયાન જો તમે પાણી પીતા હોવ તો તે પાચનક્રિયાને અસર કરે છે. જો તમને ખૂબ તરસ લાગે છે તો તમે એક કે બે ઘૂંટ પાણી પી શકો છો. જો કે, પાણી પણ હૂંફાળું હોવું જોઈએ. તમે ખાવાના અડધા કલાક પહેલા પાણી પણ પી શકો છો.