મેથી એક ખૂબ જ ફાયદાકારક મસાલા છે, જે મોટાભાગના ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે.

સદીઓથી મેથીનો ઉપયોગ ઔષધીય વનસ્પતિ તરીકે કરવામાં આવે છે.

મેથીમાં એવા ગુણધર્મો છે જે પીડા, બળતરા અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપે છે.

આજકાલ લોકો વજન ઘટાડવા માટે મેથીનું પાણી પી રહ્યા છે. સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી બ્લડ સુગર ઓછું થાય છે.

તમારા પાચનતંત્રને મજબૂત અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવાનો હોય તો તમે સતત 15 થી 20 દિવસ સુધી મેથીનું પાણી પી શકો છો.

આ પછી ફરીથી શરૂ કરતા પહેલા ઓછામાં ઓછા 7 દિવસનો વિરામ લો.

વજન ઘટાડવા માટે સતત એક મહિના અથવા 45 દિવસ સુધી પાણી પી શકાય છે

Published by: gujarati.abplive.com

આ પછી તમારે ફરીથી તેનું સેવન કરતા પહેલા લગભગ એક અઠવાડિયાનો વિરામ લેવો જોઈએ નહીં તો તે હાનિકારક બની શકે છે.

જો તમને ડાયાબિટીસ છે, તો મેથીનું પાણી તેને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ડૉક્ટરની સલાહ લઈને લગભગ 2 મહિના સુધી તેનું સેવન કરી શકો છો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો