જમ્યા પછી પાણી પીવાને લઈને ઘણી વાતો કરવામાં આવે છે

કેટલાક લોકો કહે છે જમ્યા બાદ તુરંત પાણી ન પીવું જોઈએ જ્યારે કેટલાક તેને નોર્મલ માને છે

ખોરાક ખાધા પછી તરત જ વધારે પ્રમાણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી

સામાન્ય રીતે જમ્યાના 20 થી 30 મિનિટ પછી પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે

જમ્યાના થોડા સમય પછી પાણી પીવાથી પાચન પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે છે

જો તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો, તો ખોરાક પચવામાં વધુ સમય લાગી શકે છે

જોકે, જમતી વખતે અથવા જમ્યા પછી થોડું-થોડું પાણી પીવું નુકસાનકારક નથી, પરંતુ વધુ પડતું પાણી પીવાનું ટાળવું જોઈએ

જમ્યા પછી તરત જ ખૂબ ઠંડુ પાણી પીવાથી બચવું જોઈએ

હંમેશા શાંતિથી અને ધીરે-ધીરે પાણી પીવું વધુ સારું રહે છે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો