વજન ઘટાડવા માટે કસરત અને ડાયટની સાથે પૂરતી માત્રામાં પાણી પીવું પણ અત્યંત જરૂરી છે.



સામાન્ય રીતે, સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ.



પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.



ભોજન પહેલાં પાણી પીવાથી ભૂખ કાબૂમાં રહે છે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો.



વજન ઘટાડવા ઉપરાંત, પૂરતું પાણી પીવાથી ત્વચા પણ ચમકદાર અને ગ્લોઇંગ બને છે.



તમારા માટે કેટલું પાણી જરૂરી છે?: આ જાણવા માટે એક સરળ સૂત્ર છે.



તમારા શરીરના વજનને (કિલોગ્રામમાં) 30 વડે ભાગી દો.



જે જવાબ આવે, તેટલા લિટર પાણી તમારે દિવસ દરમિયાન પીવું જોઈએ.



ઉદાહરણ: જો તમારું વજન 60 કિલો છે, તો 60 ને 30 વડે ભાગવાથી 2 આવે છે.



આનો અર્થ એ છે કે 60 કિલો વજન ધરાવતી વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ.