ડ્રાયફૂટ્સ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

બદામ, અખરોટ, પિસ્તા, કાજુ અને કિસમિસ જેવા ડ્રાયફૂટ્સમાં વિટામિન, ફાઇબર અને આવશ્યક પોષક તત્વો હોય છે.

જો કે, અખરોટ હૃદય અને મગજ માટે ખાસ કરીને ફાયદાકારક છે.

અખરોટ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે

જ્યારે મોટાભાગના ડ્રાયફૂટ્સ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે.

અખરોટમાં ફોલેટ અને વિટામિન ઇ જેવા પોષક તત્વો પણ હોય છે.

વિટામિન ઇ હિમોગ્લોબિનના ઉત્પાદનમાં મદદ કરે છે

અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે.

2016માં કેલિફોર્નિયાના સાન ડિએગોમાં વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે દરરોજ અખરોટ ખાવાથી શરીરનું વજન વધતુ નથી.

જો કે, દરરોજ સવારે ખાલી પેટે બે પલાળેલા અખરોટ ખાવાને એક સ્વસ્થ આદત માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો  

Published by: gujarati.abplive.com