શિયાળાની ઋતુમાં લોકો પુષ્કળ પ્રમાણમાં મૂળાનું સેવન કરે છે અને તેના વગર ભોજન અધૂરું માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકો મૂળા ખાવાનું ટાળે છે કારણ કે તે ગેસ, ઓડકાર અને પેટ ફૂલવા જેવી પાચન સમસ્યાઓ પેદા કરી શકે છે

Published by: gujarati.abplive.com

જો તમે પણ ગેસના ડરથી મૂળા ન ખાતા હોય તો આજે આપણે તેને ખાવાની યોગ્ય પદ્ધતિ વિશે જાણીશું

Published by: gujarati.abplive.com

મૂળામાં ફાઈબર અને સલ્ફર કમ્પાઉન્ડ હોય છે, જે નબળું પાચન ધરાવતા લોકો માટે ગેસ અથવા બ્લોટિંગનું કારણ બને છે

Published by: gujarati.abplive.com

જો તમારું શરીર વધુ ફાઈબરનું આદિ ન હોય અથવા પાચન બરાબર ન હોય, તો તેનાથી ગેસ અને ઓડકાર આવી શકે છે.

Published by: gujarati.abplive.com

ગેસની સમસ્યા હોય તો મૂળાને હળવા શેકીને ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

જેનાથી તેમાં રહેલું ફાઈબર નરમ પડે છે અને પાચનમાં સરળતા રહે છે.

Published by: gujarati.abplive.com

મૂળાનું સલાડ બનાવતી વખતે તેમાં આદુના ટુકડા અને લીંબુનો રસ ઉમેરવો જોઈએ, જે પાચન સ્વાસ્થ્યને સુધારે છે

Published by: gujarati.abplive.com

મૂળાના રસમાં આદુ અને લીંબુ ભેળવીને પીવાથી ગેસની સમસ્યા થતી નથી

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com