આજની ભાગદોડ ભરી જિંદગીમાં સારી ઊંઘ લેવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે

લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને તેમને જલ્દી ઊંઘ આવતી નથી

ઊંઘની અછતને કારણે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે

સૂતા પહેલાના 1 કલાક પહેલા ફોન, લેપટોપ અને ટીવી જોવાનું બંધ કરી દેવું જોઈએ

રોજ એક જ સમયે સૂવાની અને સવારે એક જ સમયે ઉઠવાની આદત બનાવો

બેડરૂમમાં શાંતિ, અંધારું અને ઠંડક રાખો. જરૂર જણાય તો આઈ માસ્કનો ઉપયોગ કરો.

સાંજ પછી ચા, કોફી અથવા વધુ મસાલેદાર ખોરાક લેવાનું ટાળો

ઊંડા શ્વાસ લેવાની કસરત, મેડિટેશન અથવા હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જલ્દી ઊંઘ લાવવામાં ઘણી મદદરૂપ થાય છે.

આ સરળ ટિપ્સ અપનાવીને તમે સારી અને ગાઢ ઊંઘ મેળવી શકો છો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે