ડ્રાયફ્રુટ પોષકતત્વોથી ભરપૂર હોય છે તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

આજે અમે એવા ડ્રાયફ્રુટ વિશે વાત કરી રહ્યા છીએ જે આંખો માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

પિસ્તામાં લ્યુટિન અને ઝેક્સેન્થિન નામના બે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આંખો માટે નેચરલ સનસ્ક્રીન જેવું કામ કરે છે

Published by: gujarati.abplive.com

સૂકુ જરદાળુ વિટામિન-એ અને બીટા-કેરોટીનથી ભરપૂર હોય છે. વિટામિન-એ રાત્રિના સમયે જોવાની ક્ષમતા સુધારે છે

Published by: gujarati.abplive.com

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે આંખોની ભેજ જાળવી રાખવા અને રેટિનાના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કિસમિસમાં પોલીફેનોલિક અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જોવા મળે છે, જે આંખોને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બદામ વિટામિન-ઈનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. વિટામિન-ઈ આંખોના સ્વસ્થ કોષોને નુકસાન થતું અટકાવે છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત બદામ ઉંમર વધવાની સાથે થતા મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

અંજીર વિટામિન એ, સી, ઈ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે આંખોને ફ્રી રેડિકલ ડેમેજથી સુરક્ષિત રાખે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com