ચોમાસામાં પાચનશક્તિ મંદ પડી જવાથી ખાવાની આદતોમાં ફેરફાર કરવો જરુરી છે

ચોમાસામાં હંમેશા તાજો અને ગરમ ખોરાક જ ખાવાની આદત રાખો.

બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી બચવા માટે ચોમાસામાં પાણી હંમેશા ઉકાળીને પીવું.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા, હળદરવાળું દૂધ કે આદુ વાળી ચા પીવો

પાંદડાવાળા શાકભાજીમાં કીડા હોવાની શક્યતા વધુ હોવાથી તેને ગરમ પાણી અને મીઠાથી ધોઈને જ રાંધો

આ ઋતુમાં પાચનશક્તિ ધીમી પડી જતી હોવાથી ખીચડી, સૂપ અને દાળ જેવો હલકો ખોરાક લો.

ચોમાસામાં બહારનું ખુલ્લું કે તળેલું સ્ટ્રીટ ફૂડ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

પાચનતંત્ર મજબૂત રાખવા માટે ડાયેટમાં તાજું દહીં, છાશ કે પનીર શામેલ કરો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી, ફુદીનો અને મરીવાળી હર્બલ ટી અથવા ગરમ વેજ સૂપ પીવો.

ચોમાસામાં પેટની સમસ્યાઓથી બચવા ભૂખ કરતાં થોડું ઓછું ખાવાની ટેવ પાડો.