દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ સામાન્ય રીતે લોકો નવા વર્ષની પાર્ટીઓમાં દારૂ પીવે છે. આ પછી હેંગઓવરને કારણે માથાનો દુખાવો, થાક અને ઉબકા પણ બીજા દિવસે સવારે સામાન્ય છે. હાલમાં જ એક ડોક્ટરે ખુલાસો કર્યો છે કે જો આપણે આલ્કોહોલ પીતા પહેલા ચીઝ ખાઈએ તો આપણને હેંગઓવર નહિ થાય. એક રિપોર્ટ અનુસાર, નિષ્ણાંતોએ દાવો કર્યો હતો કે ચીઝ ખાવાથી આલ્કોહોલ હેંગઓવરને નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત આ ડેરી પ્રોડક્ટ ખાવાથી નશીલા પદાર્થોની અસર પણ ઓછી થાય છે. પનીરની સાથે બદામ અને ફળોનું સેવન કરવું જરૂરી છે. દરેક ડ્રિંક પછી પાણી પીવો એટલે કે 1 ગ્લાસ આલ્કોહોલ પીધા પછી પાણી પીવાથી દારૂની અસર ઓછી થાય છે. મીઠી પીણાં અને કોકટેલ પીવાનું ટાળો. પાર્ટીમાં આલ્કોહોલ પીવાની સાથે સાથે તમે વચ્ચે લીંબુ પાણી પીવાનું સેવન પણ કરી શકો છો. આલ્કોહોલનું પ્રમાણ ઓછું રાખો અને રાત્રે સૂતા પહેલા નારિયેળ પાણી પીવો. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો