પ્રોટીનને આપણા શરીરના બિલ્ડીંગ બ્લોક્સ કહેવામાં આવે છે. તે સ્નાયુઓ, હાડકાં, ત્વચા અને વાળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં પ્રોટીનની યોગ્ય માત્રા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રોટીનની ઉણપથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ હોય છે ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે પ્રોટીનની ઉણપને કારણે તમે સતત થાક અનુભવી શકો છો અને નાના-નાના કામો કરવામાં પણ મુશ્કેલી અનુભવી શકો છો. પ્રોટીન સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે. પ્રોટીનની ઉણપથી તમારું વજન ઘટી શકે છે વાળ અને નખ મુખ્યત્વે પ્રોટીનથી બનેલા હોય છે. પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવા અને નખ પાતળા થઈ જાય છે. પ્રોટીન ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની ઉણપથી ત્વચા શુષ્ક, તિરાડ બની શકે છે. પ્રોટીન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો. પ્રોટીનની ઉણપને કારણે તમને ઓછી અથવા વધુ ભૂખ લાગી શકે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો