બદામ પોષક તત્વોનો ભંડાર છે, જે યાદશક્તિ વધારવા, શરીરને ઉર્જા આપવા અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પરંતુ, બજારમાં ઘણી વખત અસલી બદામના નામે નકલી બદામ પણ વેચાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

તમે જે બદામ ખરીદી છે તે અસલી છે કે નકલી, તે ચકાસવા માટે આ 4 સરળ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

૧. હથેળી પર ઘસીને જુઓ: થોડી બદામને તમારી હથેળી પર રાખીને જોરથી ઘસો.

Published by: gujarati.abplive.com

જો તમારી હથેળી પર બદામનો ભૂરો રંગ (કલર) ચોંટી જાય, તો સમજી લેવું કે બદામ નકલી છે અને તેના પર પોલિશ કરવામાં આવી છે.

Published by: gujarati.abplive.com

૨. કાગળ પર દબાવીને જુઓ: બદામને એક સફેદ કાગળ પર મૂકીને થોડું દબાણ આપો.

Published by: gujarati.abplive.com

જો કાગળ થોડો તેલયુક્ત (ઓઈલી) થઈ જાય, તો તે અસલી બદામની નિશાની છે, કારણ કે બદામમાં કુદરતી તેલ હોય છે.

Published by: gujarati.abplive.com

૩. રંગ પરથી ઓળખો: નકલી બદામનો રંગ અસલી બદામની સરખામણીમાં થોડો ઘાટો હોય છે. આથી, ખૂબ ઘાટા રંગની બદામ ખરીદવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

૪. છાલ ઉતારીને જુઓ: નકલી બદામની છાલ (પલાળ્યા પછી પણ) સરળતાથી ઉતરતી નથી.

Published by: gujarati.abplive.com

જ્યારે અસલી બદામની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે, તે તેની શુદ્ધતાની નિશાની છે.

Published by: gujarati.abplive.com