ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



એન્ટીઑકિસડેન્ટ્સથી ભરપૂર આ પીણું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે.



આવી સ્થિતિમાં કેટલાક લોકો તેમની સવારની શરૂઆત ગ્રીન ટીથી કરે છે.



ખાલી પેટે ગ્રીન ટી પીવા અંગે નિષ્ણાતોના અલગ અલગ મંતવ્યો છે



પરંતુ મોટાભાગના નિષ્ણાતો ખાલી પેટે ગ્રીન ટી પીવાનું ટાળવાની ભલામણ કરે છે.



ગ્રીન ટીમાં ટેનિન અને પોલીફેનોલ્સ હોય છે, જે ખાલી પેટે પીવાથી પેટમાં એસિડનું ઉત્પાદન વધી શકે છે.



આનાથી એસિડિટી, હાર્ટબર્ન, અપચો અથવા ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે.



નિષ્ણાતોના મતે, ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે ખાધા પછી અથવા હળવો નાસ્તો કર્યા પછી હોય છે.



સવારે હળવો નાસ્તો કર્યા પછી ગ્રીન ટી પીવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.



ભોજન પછી ગ્રીન ટી પીવી પાચનતંત્ર માટે ફાયદાકારક છે



સામાન્ય રીતે દિવસમાં 2 થી 3 કપ ગ્રીન ટી પૂરતી માનવામાં આવે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો