જમ્યા પછી તરત જ વધુ પડતું પાણી પીવાથી પેટ ભારે થઈ જાય છે અને અસ્વસ્થતા અનુભવાય છે.

તરત પાણી પીવાથી કેટલાક લોકોને પેટ ફૂલવું અને ગેસની સમસ્યા થઈ શકે છે.

ખાધા પછી તરત જ વધુ પાણી પીવાથી પાચન ઉત્સેચકો પાતળા થઈ જાય છે, જેના કારણે ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે.

એકસાથે વધુ પાણી પીવાથી પેટ વધારે ભરાયેલું લાગે છે અને આરામ મળતો નથી.

જમ્યા પછી તરત જ પાણી પીવાને બદલે થોડીવાર રાહ જોઈને પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે.

જો જમતી વખતે કે જમ્યા પછી ખૂબ તરસ લાગી હોય, તો એકસાથે વધુ પાણી પીવાને બદલે એક-બે ઘૂંટડ પાણી પી શકાય

જમ્યાના કલાક પછી થોડું-થોડું પાણી પીવું પાચન માટે વધુ આરામદાયક રહે છે.

જમ્યા પછી તરત જ ખૂબ જ ઠંડુ પાણી પીવાથી કેટલાક લોકોને પેટમાં દુખાવો થઈ શકે છે.

જમ્યા પછી તરત જ એકસાથે વધુ પડતું પાણી પીવાનું હંમેશા ટાળવું જોઈએ.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે