કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.

તે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવા અને લાલ રક્તકણો ઉત્પન્ન કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નિષ્ણાંતોના મતે જ્યારે કિડની યોગ્ય રીતે કામ ના કરે તો શરીર ચોક્કસ સંકેતો આપે છે

જ્યારે કિડનીની સમસ્યાઓ થાય છે ત્યારે પેશાબમાં ફેરફાર દેખાઈ શકે છે

કેટલાક લોકોને પેશાબ કરવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડી શકે છે

શરીરમાં સોજો પણ કિડની નિષ્ફળતાની નિશાની હોઈ શકે છે.

પગ, પગની ઘૂંટીઓ, હાથ અથવા આંખોની આસપાસ સોજો આવી શકે છે.

કિડનીની સમસ્યા ધરાવતી વ્યક્તિને સતત થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે.

જ્યારે કિડની શરીરમાંથી ઝેરી તત્વોને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે ત્યારે તે એકઠા થવા લાગે છે જેના કારણે ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે.

કેટલાક લોકોને ત્વચામાં બળતરા વધી શકે છે. જ્યારે કિડની કામ કરતી નથી તો શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો