ઘરનું બનાવેલું સત્તુ વધુ સ્વાસ્થ્યપ્રદ અને શુદ્ધ માનવામાં આવે છે

સત્તુ એ એક પરંપરાગત અને પૌષ્ટિક આહાર છે, જે શરીરને ઠંડક અને ઉર્જા આપવામાં મદદ કરે છે

તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે

સૌ પ્રથમ ચણાને બરાબર સાફ કરીને ધોઈ લો, ત્યારબાદ તેને સારી રીતે સૂકવી લો જેથી તેમાં બિલકુલ ભેજ ન રહે

હવે આ ચણાને ધીમી આંચ પર શેકી લો.

ચણા શેકાઈ જાય એટલે તેના ઉપરના ફોતરાં કાઢી લો.

હવે આ શેકેલા ચણાને મિક્સરમાં એકદમ બારીક પીસી લો

પીસેલા લોટને ચાળી લો જેથી બારીક સત્તુ અલગ થઈ જાય

તૈયાર થયેલા સત્તુને એરટાઈટ ડબ્બામાં ભરી લો અને ઉનાળાના દિવસોમાં તેનો ઉપયોગ કરો

તમે બજારમાં મળતા શેકેલા ચણાનો પાવડર બનાવીને પણ સત્તુ બનાવી શકો છો