શરીરના દુખાવાની સમસ્યા પર લોકો ધ્યાન આપતા નથી. પરંતુ આ ખતરનાક બની શકે છે. પીડાની યોગ્ય રીતે સારવાર કરવી મહત્વપૂર્ણ છે જેથી રોગને શરૂઆતમાં ઓળખી શકાય દર્દનું કારણ જાણવા માટે ડૉક્ટરો અનેક પ્રકારના ટેસ્ટ કરાવે છે. શરીરમાં કોઈપણ ચેપ બ્લડ ટેસ્ટ મારફતે શોધી કાઢવામાં આવે છે. આ ઉપરાંત ઇમેજિંગ ટેસ્ટ, એમઆરઆઈ અને સીટી સ્કેનથી પણ શરીરની તપાસ કરાય છે નિષ્ણાંતોના મતે પીડાના અનેક કારણોથી થઈ શકે છે સાંધાનો દુખાવો સંધિવાને કારણે થાય છે. આમાં, સાંધામાં સોજો આવે છે. પેટમાં દુખાવો ગેસ, અપચો અથવા પેટના કોઈપણ ચેપને કારણે થાય છે. નર્વસ સિસ્ટમ સંબંધિત રોગ જેમાં નસોમાં સોજો અથવા નસોમાં દબાણના કારણે હાથ અથવા પગમાં કળતર થાય છે. માનસિક તણાવના કારણે સ્નાયુઓમાં દુખાવો અને થાકનું કારણ બની શકે છે. આ રોગોનું કારણ શરીરનો દુખાવો હોઈ શકે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો