કિડની માનવ શરીરનું મહત્વનું અંગ છે

તેના ખરાબ થવાથી શરીરમાં અનેક સમસ્યા સર્જાય છે

તો આજે આપણે જાણીશું કે તમારી કઈ કઈ આદત કિડનીનેે ખરાબ કરી શકે છે

વધુ પડતી ખાંડ લેવાથી ડાયાબિટીસ અને સ્થૂળતા વધે છે, જે કિડનીની બીમારી માટેના મુખ્ય કારણો છે

પૂરતું પાણી ન પીવું

ધૂમ્રપાન કરવાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે અને દારૂ કિડની પર વધારાનો ભાર વધારે છે, જે તેને નબળી પાડે છે

ડોક્ટરની સલાહ વગર વારંવાર દુખાવા વિરોધી દવાઓ લેવાથી કિડનીને ગંભીર નુકસાન થાય છે

રાત્રે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે કારણ કે ઊંઘ દરમિયાન કિડનીના કોષો રિપેર થતા હોય છે

કસરતનો અભાવ અને સતત બેસી રહેવાથી બ્લડ પ્રેશર અને સુગર વધે છે, જે કિડની માટે નુકસાનકારક છે

લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય પર દબાણ આવે છે અને કિડનીમાં ઇન્ફેક્શન કે 'કિડની ફેલ્યોર'નું જોખમ વધી જાય છે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો