લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે.



તે આપણા ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા અને શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે છે.



એવી અનેક વસ્તુઓ છે જેનાથી લીવર ખરાબ થઈ શકે છે.



વધુ સુગર ધરાવતા કેન્ડી, ચોકલેટ, મીઠા પીણાં અને કેટલાક પેકેજ્ડ જ્યુસથી લીવરમાં ફેટ એકઠી થઈ શકે છે



બટાકાની ચિપ્સ, સમોસા, પકોડા, બર્ગર જેવી વસ્તુઓ લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે



ચિપ્સ, ખારા નાસ્તા, પેકેજ્ડ સૂપ અથવા ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં હાજર વધારાનું સોડિયમ લીવર પર દબાણ લાવે છે



સોસેજ, બેકન, સલામી જેવી વસ્તુઓમાં ખૂબ જ વધુ માત્રામાં પ્રિઝર્વેટિવ્સ અને ચરબી હોય છે જે લીવરના સ્વાસ્થ્યને ઝડપથી બગાડી શકે છે.



લીવર માટે સૌથી ખરાબ દારૂનું સેવન છે જે લીવર પર સીધી અસર કરે છે અને લાંબા સમય સુધી પીવામાં આવે તો સિરોસિસ જેવા ગંભીર રોગો થઈ શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો