તમારી કેટલીક આદતો તમારા હૃદય પર ખરાબ અસર કરે છે.



આ હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારે છે. જો તેને સુધારવામાં નહી આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે



મોટાભાગના લોકો OTT પ્લેટફોર્મ પર સતત ફિલ્મો અને વેબ સિરીઝ જોતા રહે છે.



આ ફક્ત આપણી આંખોને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તે આપણા હૃદયને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે.



જ્યારે તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસો છો ત્યારે તે રક્ત પરિભ્રમણને ધીમું કરે છે. આના કારણે હૃદય રોગનું જોખમ વધે છે.



આજે મોટાભાગના લોકો ધૂમ્રપાન અને દારૂ પીવાનું પસંદ કરે છે. તેમની આ આદતો હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



આ અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે. તે હૃદયના સ્નાયુઓને નબળા પાડે છે અને અનિયમિત ધબકારાનું કારણ બની શકે છે.



સ્વસ્થ રહેવા માટે ડાયટમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે.



તણાવ એ હૃદયરોગના હુમલાનું સૌથી મોટું કારણ છે.



આજના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બાબતને લઈને તણાવમાં રહે છે.



આ તમારા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યું છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો