ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતો ઝડપથી મહત્વપૂર્ણ અવયવોને અસર કરે છે.

Published by: gujarati.abplive.com

ડાયટ લીવર, કિડની અને હૃદયની સાથે આંખો પર પણ અસર કરે છે.આંખોની રોશનીને જાળવવા માટે યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજના સમયમાં સતત સ્ક્રીનનો ઉપયોગ, વધતા પ્રદૂષણ અને અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે આંખ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.

તમારા ડાયટમાં યોગ્ય ફળો અને શાકભાજીનો સમાવેશ તમારી આંખો માટે વરદાન સાબિત થઈ શકે છે

અમુક ફળો અને શાકભાજી આંખના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નારંગી, કેરી, કિવી, બ્લુબેરી, સ્ટ્રોબેરી આ બધા ફળો આંખો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

તેમાં વિટામિન A, C, E અને બીટા-કેરોટીન જેવા પોષક તત્વો હોય છે.

આ બધા તત્વો આંખના કોષોને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. આંખની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

ગાજર, પાલક, કેપ્સિકમ, અને બ્રોકલીનો તમારા ડાયટમાં સમાવેશ કરવો જરૂરી છે.

આ શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે આંખોના રેટિનાને સુરક્ષિત રાખે છે.

તેમાં વિટામિન A, C, E અને બીટા-કેરોટીન પણ ભરપૂર હોય છે, જે દૃષ્ટિમાં સુધારો કરવામાં મદદ કરે છે.

ગાજરને આંખો માટે ખાસ ફાયદાકારક માનવામાં આવે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com