માઈગ્રેન અસહ્ય માથાનો દુખાવો છે તે માથાના અડધા ભાગમાં થાય છે તેને આધાશીશી પણ કહેવામાં આવે છે ક્યારેક તે આખા માથામાં પણ થાય છે કેટલાક ઘરેલુ ઉપાયથી તેમાથી રાહત મેળવી શકાય છે સમયસર ભોજન લો અને આહારમાં ફળો, શાકભાજીનો સમાવેશ કરો પૂરતું પાણી પીવાથી માઈગ્રેનથી બચી શકાય છે નિયમિત કસરત તણાવ ઘટાડે છે અને માઇગ્રેનના હુમલાને અટકાવી શકે છે કેફીનનું વધુ પડતું સેવન માઈગ્રેનના હુમલામાં વધારો કરી શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે