સ્વસ્થ જીવન જીવવા માટે શરીરમાં તમામ જરૂરી પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે.
વિટામિન્સ અને મિનરલ્સ સહિત વિવિધ પોષક તત્વો શરીરના વિકાસ માટે મહત્વના છે
વિટામિન B12 આ પોષક તત્ત્વોમાંથી એક છે, જે તમારા મગજને સ્વસ્થ રાખે છે
ઇંડા વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. વિટામિન B12 ની સાથે તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે.
જો તમે શાકાહારી છો અને ઈંડા કે માછલી નથી ખાતા તો તમે દહીંની મદદથી વિટામિન B12ની ઉણપને દૂર કરી શકો છો.
માછલી પણ વિટામિન B12નો સારો સ્ત્રોત છે. સારડીન, ટુના, ટ્રાઉટ અથવા સૅલ્મોન જેવી માછલીઓ વિટામિન B12થી ભરપૂર હોય છે.
વિટામિન B12 માટે તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો પણ સમાવેશ કરી શકો છો.
જો તમે સી-ફૂડના શોખીન છો અને ઝીંગા ખાવાનું પસંદ કરો છો તો તમે વિટામિન B12 ની ઉણપને સરળતાથી દૂર કરી શકો છો.
મોટાભાગના નોન-વેજ પ્રેમીઓનું મનપસંદ ચિકન વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે.
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. જો કે, કેલ્શિયમ સિવાય તે પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે.